0%
સુરત ની ટેકસટાઇલ માર્કેટ માં જેનું નં.૧ સ્થાન આવે છે તેવા જેકાર્ડ ડિઝાઇનમાં કોમ્પ્યુટર પર બેસી સોફ્ટવેરમાં સાડી, ડ્રેસ, કુરતી, ચણીયા ચોળી, શેરવાની જેવા ગારમેન્ટમાં તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે, બેડસીટ, ચાદર, સોફા કવર, ઓશિકા ના કવર, પડદાની ડિઝાઇન બનાવવાની રહેતી હોય છે.
જેકાર્ડ ડિઝાઇન કોઈ પણ શીખી શકે છે, કારણ કે ડિઝાઇનને કોમ્પ્યુટર પર બનાવવાની હોય છે અને આજના સમયમાં કોમ્પ્યુટર પર કામ કરવું અને શીખવું એકદમ આસાન અને સરળ છે. તો આવો જાણીએ જેકાર્ડ ડિઝાઇન વિષે…
જેકાર્ડ એટલે ડિઝાઇન વાળું કાપડ બનાવવાનું મશીન. વર્ષોઓથી આપણે ડિઝાઇન વાળું કાપડ બનાવતા આવ્યા છીએ. પહેલાના સમયમાં હાથ વણાટકામ થતું અને ત્યારથી અત્યાર સુધી કાપડ મિકેનિકલ જેકાર્ડ મશીનમાં બનાવતા હતા અને હજી પણ બનાવીએ છીએ. મિકેનિકલ જેકાર્ડમાં પ્રોડક્શન ઓછુ તેમજ ડિઝાઇન કોસ્ટ વધારે આવે છે, સાથે સાથે ડિઝાઇન બદલવામાં પણ ઘણો સમય વેસ્ટ થાય છે, તેને કારણે લોકોએ ઇલેક્ટ્રોનીક્સ જેકાર્ડ ટેકનોલોજી અપનાવી. વેપારી (પાર્ટી)ની જરૂરિયાત પ્રમાણે ડીઝાઇનમાં ફેરફાર કરી શકાય તેમજ પ્રોડક્શન ઝડપી નીકળે છે અને માંગને ઝડપથી પુરી કરી શકાય છે. આજે આપણી સુરતની ટેક્ષટાઈલ ઇન્ડસ્ટ્રીમાં સાડી, ડ્રેસ, કુરતી, ચણીયા ચોળી, શેરવાની જેવા ગારમેન્ટમાં તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે બેડસીટ, ચાદર, સોફા કવર, ઓશિકાના કવર, પડદાનું કાપડ ઇલેક્ટ્રોનીક્સ જેકાર્ડમાં બનાવવામાં આવે છે, તેમજ સાડીના લેસ બનાવવા માટે સ્પેશિયલ નીડલ જેકાર્ડ, મહારાણી જેકાર્ડ ની ટેકનોલોજી અપનાવેલી છે.
જેકાર્ડ ડિઝાઇન એટલે યાર્ન માંથી ડિઝાઇન વાળું કાપડ બનાવવાની એક અદભુત કળા કે જે કાપડનું સર્જન કરે છે, કાપડ બનાવવામાં દરરોજ નવી નવી ડિઝાઇનની જરૂરિયાત રહેતી હોય છે. જેકાર્ડ મશીન માં પહેલા કાપડ બનાવવામાં આવે છે. ત્યારબાદ ગારમેન્ટ બને છે. ફેબ્રીક્સ બનાવવા માટે પેલા કોમ્પ્યુટર પર ડિઝાઇન બનાવવામાં આવે છે, ડીઝાઇન બનાવ્યા બાદ ઇલેક્ટ્રોનીક્સ જેકાર્ડ મશીનમાં ડિઝાઇન ચડાવવામાં આવે છે અને ફેબ્રિકસ બનતું હોય છે, કોમ્પ્યુટર પર ડિઝાઇન બનાવવાથી ડિઝાઇન ઝડપથી બને છે, ફેબ્રિકસનું ફીનીશીંગ સારું આવે છે, મશીન ઉપર વર્ક થતું હોવાને કારણે પ્રોડક્શન પણ ઝડપી આવે છે, એટલા માટે આજના સમયમાં જેકાર્ડ ફેબ્રિકસ સો એ સો ટકા જેકાર્ડ મશીનમાં જ બનાવવામાં આવે છે.
જેકાર્ડ ડિઝાઇન સ્કુલ કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ, ધંધાર્થીઓ, નોકરિયાત, ગૃહિણીઓ કોઈપણ શીખી શકે છે, ભણતરની કોઈ જ જરૂર નથી, હા સમય ની માંગ પ્રમાણે ઓછા માં ઓછું ૧૦ ધોરણ ભણેલા અને કોમ્પુટર નું નોલેજ જરૂરી છે, તેમજ જો તમારામાં ક્રિએટીવીટી ( સ્કીલ ) હોય તો ભણતરની પણ જરૂર નથી. માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છે, જેને તમારા ડિઝાઇનના કામનું મહત્વ હોય છે એને તમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો.
જેકાર્ડ ડિઝાઇનમાં તમે દર મહીને ૧૫,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ અને તેનાથી પણ વધારે કમાણી કરી શકો છો.જેકાર્ડ ડિઝાઇન શીખવામાં માત્ર ૪ મહિના જેટલો સમય લાગે છે. તેની ફી પણ એકદમ સામાન્ય હોય છે. એકવાર તમે ડિઝાઇન બની જાવ એટલે તેમાં કમાણી પણ જીવનભર રહેતી હોય છે અને તેની સંપૂર્ણ આધાર તમારા પર નિર્ભર છે.
જેકાર્ડ ડિઝાઇન ફિલ્ડમાં તમારે ફક્ત શારીરિક અને માનસિક રીતે જ તમારો સમય આપીને જ કામ કરવાનું હોય છે. કામ કરવાની સાથે સાથે તમે પોતાની રીતે પોતાનો વ્યવસાય પણ કરી શકો છો. અને આવી રીતે હજ્જારો લોકો પોતાની રીતે લાખો રૂપિયા કમાણી કરી રહ્યા છે.
જેકાર્ડ ડિઝાઇન શીખવાવાળાઓને ટ્રેનીંગ લીધા પછી નોકરીની ૧૦૦% ગેરેંટી આપવામાં આવે છે. અમારી સંસ્થા “મારુતિ એજ્યુકેશન ઓફ ડિઝાઇન” નોકરીની ગેરેંટી એટલે આપે છે કે, માર્કેટમાં જેકાર્ડ ડિઝાઇનરની હંમેશા ડીમાન્ડ રહેતી હોય છે.
જેકાર્ડ ડિઝાઇન શીખવાવાળા કોઇપણ ડિઝાઇનરને કોર્ષ પૂર્ણ કાર્ય પછી કામ મળવું ખુબ જ જરૂરી હોય છે. એકવાર કામ મળ્યા પછી પણ ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. તેસમયે જ સાચા સપોર્ટની જરૂર હોય છે. એકવાર ડિઝાઇનર બની ગયા પછી પણ માર્કેટમાં હંમેશા બહુ બધા નવા નવા કોન્સેપ્ટ આવતા રહે છે. ઘણીવાર એવું બને કે, ડિઝાઇનરને કોન્સેપ્ટ સમજવામાં મુશ્કેલી પડે ત્યારે સાથ અને સપોર્ટની જરૂર પડે છે. એટલા માટે જ ડિઝાઇનરને જયારે જરૂર પડે ત્યારે તેને સપોર્ટ મળે તો તે આગળ વધી શકે છે અને અમારી સંસ્થા એટલે જ તેને લાઈફ ટાઈમ સપોર્ટ આપે છે.
If your Interested This Course Fill This Form We Will Connect You Soon