Save Preloader image

0%

http://www.marutieducationofdesign.com/wp-content/uploads/2021/06/blog-header-bg-min.png

એમ્બ્રોઇડરી ડિઝાઇન

emboidry 02
EMBROIDERY
એમ્બ્રોઇડરી ડિઝાઇન માં કામ કરીને મહીને કમાણી કરો ૧૦,૦૦૦ થી ૫૦,૦૦૦ સુધી

એમ્બ્રોઇડરી ડિઝાઇનમાં કોમ્પ્યુટર પર બેસી સોફ્ટવેરમાં સાડી, ડ્રેસ, કુરતી, ચણીયા ચોળી, શેરવાની જેવા ગારમેન્ટમાં તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે, બેડસીટ, ચાદર, સોફા કવર, ઓશિકા ના કવર, પડદામાં એમ્બ્રોઇડરી વર્કની ડીઝાઇન બનાવવાની રહેતી હોય છે.

એમ્બ્રોઇડરી ડિઝાઇન કોઈ પણ શીખી શકે છે, કારણ કે ડિઝાઇનને કોમ્પ્યુટર પર બનાવવાની હોય છે અને આજના સમયમાં કોમ્પ્યુટર પર કામ કરવું અને શીખવું એકદમ આસાન અને સરળ છે. તો આવો જાણીએ એમ્બ્રોઇડરી ડિઝાઇન વિષે…

એમ્બ્રોઇડરી ડિઝાઇન એટલે કપડા પર દોરાથી વર્ક કરવામાં આવે તેને એમ્બ્રોઇડરી ડિઝાઇન કહેવામાં આવે છે. એમ્બ્રોઇડરીને આપણા ગુજરાતમાં ભરતકામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે વર્ષોથી ભરતકામ, જરદોશી, ચીકન જેવું વર્ક ઘણા પ્રકારનું હાથ થી વર્ક કરતા આવ્યા છીએ. આ બધું વર્ક સાડી, ડ્રેસ, કુરતી, શેરવાની જેવા ભારતીય પોષક માં ચાર-ચાંદ લગાવી દેતા હતા. એટલા માટે એમ્બ્રોઇડરી વર્કની હમેશા થી ડીમાન્ડ વધુમાં વધુ જોવા મળી છે.

એમ્બ્રોઇડરી ડિઝાઇન વર્ક ની ડીમાન્ડ જેમ જેમ વધતી ગઈ અને વધતી જતી માંગને પૂર્ણ કરવા માટે હવે મશીનનો ઉપયોગ થવા લાગ્યો છે. કેમ કે, મશીનના કારણે પ્રોડક્શન પણ જલ્દી નીકળે છે અને વેપારીઓની ડીમાન્ડ ને પણ આસાનીથી પહોચી વળાઈ છે. આજે આપના સુરતના એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રીઝ માં સાડી, ડ્રેસ, કુરતી, ચણીયા ચોળી, શેરવાની જેવા કપડા ઉપરાંત હેન્ડલુમ જેવી કે, બેડશીટ, ચાદર, સોફાના કવર, ઓશિકાના કવર, પડદાના કાપડ પર વર્ક કરવામાં આવે છે.

Who
એમ્બ્રોઇડરી ડિઝાઇન કોણ શીખી શકે

એમ્બ્રોઇડરી ડિઝાઇન સ્કુલ કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ,  ધંધાર્થીઓ, નોકરિયાત, ગૃહિણીઓ કોઈપણ શીખી શકે છે, ભણતરની કોઈ જ જરૂર નથી, હા સમય ની માંગ પ્રમાણે ઓછા માં ઓછું ૧૦ ધોરણ ભણેલા જરૂરી છે, તેમજ જો તમારામાં ક્રિએટીવીટી ( સ્કીલ ) હોય તો ભણતરની પણ જરૂર નથી. માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છે, જેને તમારા ડિઝાઇનના કામનું મહત્વ હોય છે એને તમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો.

Income
એમ્બ્રોઇડરીમાં મહીને ૧૦,૦૦૦ થી ૫૦,૦૦૦ કમાણી કરી શકો છો.

એમ્બ્રોઇડરી ડિઝાઇનમાં તમે દર મહીને ૧૦,૦૦૦ થી ૫૦,૦૦૦ અને તેનાથી પણ વધારે કમાણી કરી શકો છો. એમ્બ્રોઇડરી ડિઝાઇન શીખવામાં માત્ર ૩ મહિના જેટલો સમય લાગે છે. તેની ફી પણ એકદમ સામાન્ય હોય છે. એકવાર તમે ડિઝાઇન બની જાવ એટલે તેમાં કમાણી પણ જીવનભર રહેતી હોય છે અને તેની સંપૂર્ણ આધાર તમારા પર નિર્ભર છે.

એમ્બ્રોઇડરી ડિઝાઇન ફિલ્ડમાં તમારે ફક્ત શારીરિક અને માનસિક રીતે જ ફક્ત તમારો સમય આપીને જ કામ કરવાનું હોય છે. કામ કરવાની સાથે સાથે તમે પોતાની રીતે પોતાનો વ્યવસાય પણ કરી શકો છો. અને આવી રીતે હજ્જારો લોકો પોતાની રીતે લાખો રૂપિયા કમાણી કરી રહ્યા છે.

embroidry01
INCOME
એમ્બ્રોઇડરી ડિઝાઇન શીખ્યા પછી કમાણી માટે ઘણા વિકલ્પ હોય છે.
  • સ્કેચ ડિઝાઇન
  • મેચિંગ માસ્ટર
  • ફેશન ડિઝાઇન
  • મેન્યુફેક્ચરર
SOFTWARE
એમ્બ્રોઇડરી ડિઝાઇન માર્કેટમાં બે સોફ્ટવેરમાં કામ ચાલે છે.
  • Willcom
  • Stitchmax
100% JOB GUARANTEE
એમ્બ્રોઇડરી ડિઝાઇનમાં ૧૦૦% નોકરીની ગેરેંટી હોય છે.

એમ્બ્રોઇડરી ડિઝાઇન શીખવાવાળાઓને ટ્રેનીંગ લીધા પછી નોકરીની ૧૦૦% ગેરેંટી આપવામાં આવે છે. અમારી સંસ્થા “મારુતિ એજ્યુકેશન ઓફ ડિઝાઇન” નોકરીની ગેરેંટી એટલે આપે છે કે, માર્કેટમાં એક સારા એમ્બ્રોઇડરી ડિઝાઇનરની હંમેશા ડીમાન્ડ રહેતી હોય છે.

LIFE TIME SUPPORT
લાઈફ ટાઈમ સપોર્ટ હોય છે.

એમ્બ્રોઇડરી ડિઝાઇન શીખવાવાળા કોઇપણ ડિઝાઇનરને કોર્ષ પૂર્ણ કાર્ય પછી કામ મળવું ખુબ જ જરૂરી હોય છે. એકવાર કામ મળ્યા પછી પણ ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. તે સમયે જ સાચા સપોર્ટની જરૂર હોય છે. એકવાર ડિઝાઇન બની ગયા પછી પણ માર્કેટમાં હંમેશા બહુ બધા નવા નવા કોન્સેપ્ટ આવતા રહે છે. ઘણીવાર એવું બને કે, ડિઝાઇનરને કોન્સેપ્ટ સમજવામાં મુશ્કેલી પડે ત્યારે સાથ અને સપોર્ટની જરૂર પડે છે. એટલા માટે જ ડિઝાઇનરને જયારે જરૂર પડે ત્યારે તેને સપોર્ટ મળે તો તે આગળ વધી શકે છે અને અમારી સંસ્થા એટલે જ તેને લાઈફ ટાઈમ સપોર્ટ આપે છે.

UDHANA
431-432, Arihant Complex, Near Udhana Bus Depo , Udhana Main Rd, Udhna, Surat, Gujarat 394210
SITANAGAR
2070, International Fashion Market,  Sitanagar to Parvat Patiya Rd, Sitanagar, Punagam, Surat, 395006
YOGI CHOWK
2068, The Palladium Mall, Opp. Vijay Nagar, Yogi Chowk, Surat, Gujarat 305010
MINI BAZAR
21/22, M. D. Tower, Nr. Patel Khadi Bhandar, Minibazar, Varachha Main Road, Surat-395006
KATARGAM
214, 2nd Floor, Royal Plazza, Opp. Akhad Anand College, Ved Road, Katar Gam, Surat-395008.

If your Interested This Course Fill This Form We Will Connect You Soon