0%
અમારી સંસ્થાની શરૂઆત ૨૦૦૫ થી થઇ તે સમયથી જ અમારો મુખ્ય હેતુ ડીઝાઇન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા ઉત્સાહી અને મહેનતુ લોકોને પ્લેટફોર્મ પૂરું પાડવાનો રહ્યો છે. ડીઝાઇન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા અને અમારા સુધી આવતા તમામ લોકોને સંપૂર્ણ માહિતી અને સચોટ માર્ગદર્શન આપવાના પ્રયાસના કારણે આજે અમો સતત ૧૭ વર્ષથી સુરત જેવા સતત પ્રગતિશીલ શહેરમાં અવ્વલ નંબરે બિરાજમાન છીએ અને હા, અમોને આ સ્થાને પહોચાડવામાં અમારી મહેનતની સાથે સાથે અમારા પર ભરોસો મુકનારા અમારા હજ્જારો વિધાર્થીઓનો પણ બહુ મોટો ફાળો છે.
આવી જ રીતે અમારા પર ભરોસો કાયમ રાખીને બીજા લોકોને પણ અમારા વિષે જણાવો, તમામ લોકોને એકવાર અમારી સંસ્થાની મુલાકાત લેવાનું જણાવશો તો અમો આપને ચોક્કસ ખાતરી આપીએ છીએ કે, અમો આપને સચોટ અને પ્રોપર માર્ગદર્શન આપીને કારકિર્દી બનાવવામાં મદદરૂપ બનીશું.
મારુતિ એજ્યુકેશન ઓફ ડીઝાઇનનું નામ આજે સુરત શહેર અને ખાસ કરીને ડીઝાઇન ક્ષેત્રમાં નંબર-૧ પર બિરાજમાન છે. ૨૦૦૫ થી વેડ રોડ – કતારગામથી શરૂઆત કરનાર અમારી સંસ્થા આજે માત્ર એક છોડ નહિ પરંતુ પાંચ – પાંચ બ્રાંચ (શાખાઓ) ધરાવતું મહાકાય વૃક્ષ બની ચુક્યું છે. સુરત શહેરમાં આજે સફળ રીતે એકસાથે પાંચ શાખાઓ ધરાવતું નંબર-૧ એજ્યુકેશન ફિલ્ડ કોઈ હોય તો તે માત્ર અમારી સંસ્થા મારુતિ એજ્યુકેશન ઓફ ડીઝાઇન છે. આમારી સંસ્થાનો મુખ્ય હેતુ ડીઝાઇન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા આજના યુવાનોને પોતાના મનગમતા ડીઝાઇન ક્ષેત્ર માં તૈયાર કરીને તેની કારકિર્દી સાથે સાથે તેમના સપનાઓ અને પૈસા કમાવવાની જરૂરિયાતને પૂરી પાડવાનો છે. અમરી સંસ્થામાં આવેલા તમામ વિદ્યાર્થીઓને જે તે ડીઝાઇન ક્ષેત્રમાં સારી રીતે તૈયાર કરીને આજીવન તેને સપોર્ટ આપવાની અમારી નેમ છે.
કોઇપણ વિદ્યાર્થી કે ડીઝાઇન ફિલ્ડમાં આગળ વધવા માંગતા લોકોને અમો માહિતી લેવા આવે ત્યારે જ તેને જે તે ફિલ્ડમાં આગળ કેવું ભવિષ્ય છે તે સહિતની ઝીણા માં ઝીણી માહિતી આપીને તેને માહિતગાર કરવામાં આવે છે. જેથી તે વ્યક્તિને ફિલ્ડ પસંદ કરતી વેળા એ જ સંપૂર્ણ સંતોષ થઇ શકે.
આજના સમયમાં જયારે શિક્ષણનું મહત્વ ખુબ જ વધી ગયું છે ત્યારે લોકોને ડીગ્રી કે ડીપ્લોમા કોર્ષ કરવા છતાં આવક અને કારકિર્દીમાં એક મર્યાદા હોવાથી લોકો અટવાતા હોય છે. પરંતુ અમારી સંસ્થા આવા એકેડેમિક કોર્ષ કરાવવાના બદલે રચનાત્મક અને જીવનભર પોતાના અને પોતાના પરિવારના સપનાઓ પુરા કરી શકે તેવા કોર્ષમાં આગળ વધવા માટે પ્રેરણા પૂરી પડીએ છીએ. કેમ કે, આવા ડીઝાઇન ફિલ્ડમાં ના તો ઉમરની કોઈ સીમા હોય છે કે, ના તો આવકની… કેમકે આવા તમામ ડીઝાઇન ફિલ્ડમાં આવકની મર્યાદા ડીઝાઇનરની આવડત પર નિર્ભર કરતી હોય છે અને સાથે સાથે સમાજ અને ફિલ્ડમાં એક સન્માનનીય સ્થાન પણ અપાવે છે.
અમારી મારુતિ એજ્યુકેશન ઓફ ડીઝાઇન સંસ્થા છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત અને બાકીની તમામ સંસ્થાઓમાં નંબર-૧ નું સ્થાન ધરાવતું હોવાથી અમારી સંસ્થા પાસે તમામ ડીઝાઇન ફિલ્ડના નિષ્ણાંત, અનુભવી અને આંતરરાષ્ટ્રીય લેવલ સુધીનું જ્ઞાન ધરાવતા શિક્ષકો છે. અને સૌથી મહત્વનું કે અમારી સંસ્થામાં આવેલા તમામ વિધ્યાર્થોને સંપૂર્ણ રીતે તૈયાર કરીને આજીવન સપોર્ટ કરવાનો ઉદ્દેશ્ય રહ્યો છે.