0%
સુરત શહેરમાં જ્વેલરી કેડ ડિઝાઇનનું એક ખુબ જ મોટું માર્કેટ છે. જ્વેલરી કેડ ડિઝાઇન કોમ્પ્યુટર પર બેસી સોફ્ટવેરમાં વીટી, બંગડી, બ્રેસલેટ, નેકલેસ, પેંડન્ટ સેટ, મંગળસૂત્ર, ઈયરીંગ જેવી હીરાજડિત ઘરેણાની ડિઝાઇન બનાવવાની રહેતી હોય છે.
જ્વેલરી કેડ ડિઝાઇન કોઈ પણ શીખી શકે છે, કારણ કે ડિઝાઇનને કોમ્પ્યુટર પર બનાવવાની હોય છે અને આજના સમયમાં કોમ્પ્યુટર પર કામ કરવું અને શીખવું એકદમ આસાન અને સરળ છે. તો આવો જાણીએ જ્વેલરી કેડ ડીઝાઇન વિષે…
કોમ્પ્યુટર પર ડિઝાઇન બનાવવાથી ડિઝાઇન જલ્દી બની જય છે અને ફીનીશીંગ પણ સારું આવે છે. ડિઝાઇનમાં ફેરફાર પણ કરી શકાય છે. એનાથી ફાયદો એ થયા છે કે, મેન્યુફેક્ચરિંગ કંમ્પની ને ઓછા સમયમાં, ઓછામાં ઓચ્ચી મહેનતમાં, જેટલું વધારે જોઈએ તેટલું કામ મળી જાય છે. કોમ્પ્યુટર પર ડિઝાઇન બનાવવાથી કારીગરોને ઘરેણાની ડિઝાઇનમાં બહુ જ ઓછો સમય લાગે છે. એટલે કે, સમયની પણ બચત થાય છે. એટલા માટે જ આજના સમયમાં હીરાજડિત ઘરેણાની ડિઝાઇન ૧૦૦% કોમ્પ્યૂટરાઈઝ બનાવવામાં આવે છે.
જ્વેલરીકેડ ડિઝાઇન કોમ્પ્યૂટરાઈઝ બનાવવાથી ખબર પડી જય છે કે, ઘરેણું કેવું બનશે, કેટલા ગ્રામમાં બનશે, કેટલા કેરેટમાં બનશે, તેમાં કેટલા ડાયમંડની જરૂર પડશે, કઈ સાઈઝ ડાયમંડ જરૂર પડશે, એટલે કે, પૂરેપૂરું એસ્ટીમેન્ટ ખબર પડી જય છે. ડિઝાઇન બનાવતાની સાથે જ ખબર પડી જાય છે કે, તેમાં કેવા-કેવા ફેરફાર કરવો છે કે નહિ. ગમે તે ઘરેણું બને તે પહેલા જ તેનું બજેટ પણ ખબર પડી જાય છે અને જો બજેટ વધી જાય તો તેમાં ફેરફાર કરીને આપણે જેવી ડીઝાઇન જોઈતી હોય તેવી બનાવી શકાય છે.
જ્વેલરી કેડ ડિઝાઇન સ્કુલ સે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ, છોકરા –છોકરીઓ, ધંધાર્થીઓ, નોકરિયાત, ગૃહિણીઓ કોઈપણ શીખી શકે છે, ભણતરની કોઈ જ જરૂર નથી, હા સમય ની માંગ પ્રમાણે ઓછા માં ઓછું ૧૦ ધોરણ ભણેલા જરૂરી છે, તેમજ જો તમારામાં ક્રિએટીવીટી ( સ્કીલ ) હોય તો ભણતરની પણ જરૂર નથી. માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છે, જેને તમારા ડિઝાઇનના કામનું મહત્વ હોય છે એને તમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો.
જવેલરી કેડ ડિઝાઇનમાં તમે દર મહીને ૧૦,૦૦૦ થી૫૦,૦૦૦ અને તેનાથી પણ વધારે કમાણી કરી શકો છો.જવેલરી કેડ ડિઝાઇન શીખવામાં માત્ર ૬ મહિના જેટલો સમય લાગે છે. તેની ફી પણ એકદમ સામાન્ય હોય છે. એકવાર તમે ડિઝાઇનર બની જાવ એટલે તેમાં કમાણી પણ જીવનભર રહેતી હોય છે અને તેનીસંપૂર્ણ આધાર તમારા પર નિર્ભર છે.
જવેલરી કેડ ડિઝાઇન ફિલ્ડમાંતમારે ફક્ત શારીરિક અને માનસિક રીતે જ ફક્ત તમારો સમય આપીને જ કામ કરવાનું હોય છે. કામ કરવાની સાથે સાથે તમે પોતાની રીતે પોતાનો વ્યવસાય પણ કરી શકો છો. અને આવી રીતે હજ્જારો લોકો પોતાની રીતે લાખો રૂપિયા કમાણી કરી રહ્યા છે.
જવેલરી કેડ ડીઝાઇન શીખવાવાળાઓને ટ્રેનીંગ લીધા પછી નોકરીની ૧૦૦% ગેરેંટી આપવામાં આવે છે. અમારી સંસ્થા “મારુતિ એજ્યુકેશન ઓફ ડિઝાઇન” નોકરીની ગેરેંટી એટલે આપે છે કે, માર્કેટમાં જવેલરી કેડ ડીઝાઇનરની હંમેશા ડીમાન્ડ રહેતી હોય છે.
જવેલરી કેડ ડિઝાઇન શીખવાવાળા કોઇપણ ડિઝાઇનરને કોર્ષ પૂર્ણ કાર્ય પછી કામ મળવું ખુબ જ જરૂરી હોય છે. એકવાર કામ મળ્યા પછી પણ ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. તેસમયે જ સાચા સપોર્ટની જરૂર હોય છે. એકવાર ડિઝાઇનર બની ગયા પછી પણ માર્કેટમાં હંમેશા બહુ બધા નવા નવા કોન્સેપ્ટ આવતા રહે છે. ઘણીવાર એવું બને કે, ડિઝાઇનરને કોન્સેપ્ટ સમજવામાં મુશ્કેલી પડે ત્યારે સાથ અને સપોર્ટની જરૂર પડે છે. એટલા માટે જ ડિઝાઇનરને જયારે જરૂર પડે ત્યારે તેને સપોર્ટ મળે તો તે આગળ વધી શકે છે અને અમારી સંસ્થા એટલે જ તેને લાઈફ ટાઈમ સપોર્ટ આપે છે.
If your Interested This Course Fill This Form We Will Connect You Soon