0%
ડિઝીટલ પ્રિન્ટ ડિઝાઇનમાં કોમ્પ્યુટર પર બેસી ફોટોશોપ સોફ્ટવેરમાં સાડી, ડ્રેસ, કુરતી, ચણીયા ચોળી, શેરવાની જેવા ગારમેન્ટમાં તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે, બેડ સીટ, ચાદર, સોફા કવર, ઓશિકા ના કવર, પડદાની ડિઝીટલ પ્રિન્ટ ડિઝાઇન બનાવવાની રહેતી હોય છે.
ડિઝીટલ પ્રિન્ટ ડિઝાઇન કોઈ પણ શીખી શકે છે, કારણ કે, ડિઝાઇન કોમ્પ્યુટર પર બનાવવાની હોય છે અને આજના સમયમાં કોમ્પ્યુટર પર કામ કરવું, શીખવું એકદમ સરળ છે. તો જાણીએ ડિઝીટલ પ્રિન્ટ ડિઝાઇન વિષે…
ડિઝીટલ પ્રિન્ટ ડિઝાઇન એટલે કાપડ ઉપર પ્રિન્ટ કરવું. જેને આપણે ગુજરાતમાં ડાઈંગ પ્રિન્ટથી ઓળખીએ છીએ. વર્ષોઓથી આપણે કાપડ પર પ્રિન્ટ કરતા આવ્યા છીએ. પણ અત્યાર સુધી ડાઈંગ પ્રિન્ટીંગમાં સમય બહુ જ વધારે વેસ્ટ જતો હતો, તેને કારણે લોકોએ ડિઝીટલ પ્રિન્ટ ટેકનોલોજી અપનાવી. જેનાથી પ્રોડક્શન ઝડપી નીકળે છે અને માંગને ઝડપથી પૂરી કરી શકાય છે. ડાઈંગ પ્રિન્ટ તો વર્ષોથી ચાલે છે પરંતુ આજે આપણી સુરતની ટેક્ષટાઈલ ઇન્ડસ્ટ્રીમાં સાડી, ડ્રેસ, કુરતી, ચણીયા ચોળી, શેરવાની જેવા ગારમેન્ટમાં તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે બેડ સીટ, ચાદર, સોફા કવર, ઓશિકાના કવર, પડદામાં ડિઝીટલ પ્રિન્ટ કરવામાં આવે છે.ડિઝીટલ પ્રિન્ટ ડિઝાઇન એટલે સાદા અને પ્લેન કાપડ ઉપર પ્રિન્ટ કરી છાપવામાં આવતી એવી અદભુતકળા કે જેનાથી કાપડ સુંદર દેખાવા લાગે છે. ડિઝીટલ પ્રિન્ટ ડિઝાઇનમાં દરરોજ નવી નવી ડીઝાઇનની જરૂરિયાત રહેતી હોય છે.
ડિઝીટલ પ્રિન્ટ ડિઝાઇન સ્કુલઅને કોલેજમાંઅભ્યાસ કરતા વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ, છોકરા –છોકરીઓ, ધંધાર્થીઓ, નોકરિયાત, ગૃહિણીઓ કોઈપણ શીખી શકે છે, ભણતરની કોઈ જ જરૂર નથી, હા સમય ની માંગ પ્રમાણે ઓછા માં ઓછું ૧૦ ધોરણ ભણેલા જરૂરી છે, તેમજ જો તમારામાં ક્રિએટીવીટી ( સ્કીલ ) હોય તો ભણતરની પણ જરૂર નથી. માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છે, જેને તમારા ડિઝાઇનના કામનું મહત્વ હોય છે એને તમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો.
ડિઝીટલ પ્રિન્ટ ડિઝાઇનમાં તમે દર મહીને ૧૦,૦૦૦ થી ૬૦,૦૦૦ અને તેનાથી પણ વધારે કમાણી કરી શકો છો.ડિઝીટલ પ્રિન્ટ ડિઝાઇન શીખવામાં માત્ર ૩ મહિના જેટલો સમય લાગે છે. તેની ફી પણ એકદમ સામાન્ય હોય છે. એકવાર તમે ડિઝાઇનબની જાવ એટલે તેમાં કમાણી પણ જીવનભર રહેતી હોય છે અને તેની સંપૂર્ણ આધાર તમારા પર નિર્ભર છે.
ડિઝીટલ પ્રિન્ટ ડિઝાઇન ફિલ્ડમાં તમારે ફક્ત શારીરિક અને માનસિક રીતે જ ફક્ત તમારો સમય આપીને જ કામ કરવાનું હોય છે. કામ કરવાની સાથે સાથે તમે પોતાની રીતે પોતાનો વ્યવસાય પણ કરી શકો છો. અને આવી રીતે હજ્જારો લોકો પોતાની રીતે લાખો રૂપિયા કમાણી કરી રહ્યા છે.
ડીઝીટલ પ્રિન્ટ ડીઝાઇન શીખવાવાળાઓને ટ્રેનીંગ લીધા પછી નોકરીની ૧૦૦% ગેરેંટી આપવામાં આવે છે. અમારી સંસ્થા “મારુતિ એજ્યુકેશન ઓફ ડિઝાઇન” નોકરીની ગેરેંટી એટલે આપે છે કે, માર્કેટમાં ડીઝીટલ પ્રિન્ટ ડીઝાઇનરની હંમેશા ડીમાન્ડ રહેતી હોય છે.
ડીઝીટલ પ્રિન્ટ ડિઝાઇન શીખવાવાળા કોઇપણ ડિઝાઇનરને કોર્ષ પૂર્ણ કાર્ય પછી કામ મળવું ખુબ જ જરૂરી હોય છે. એકવાર કામ મળ્યા પછી પણ ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. તેસમયે જ સાચા સપોર્ટની જરૂર હોય છે. એકવાર ડિઝાઇનર બની ગયા પછી પણ માર્કેટમાં હંમેશા બહુ બધા નવા નવા કોન્સેપ્ટ આવતા રહે છે. ઘણીવાર એવું બને કે, ડિઝાઇનરને કોન્સેપ્ટ સમજવામાં મુશ્કેલી પડે ત્યારે સાથ અને સપોર્ટની જરૂર પડે છે. એટલા માટે જ ડિઝાઇનરને જયારે જરૂર પડે ત્યારે તેને સપોર્ટ મળે તો તે આગળ વધી શકે છે અને અમારી સંસ્થા એટલે જ તેને લાઈફ ટાઈમ સપોર્ટ આપે છે.
If your Interested This Course Fill This Form We Will Connect You Soon